અંકલેશ્વર: તાડફળિયામાં રૂ.16 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુર્હુત કરાયુ

તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી

New Update
Advertisment
  • અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા વિકાસ કાર્યો

  • તાડ ફળિયામાં વિકાસના કર્યો હાથ ધરાયા

  • ડ્રેનેજ લાઇનનું કરાશે નિર્માણ

  • રૂ.16 લાખનો કરવામાં આવશે ખર્ચ

  • આગેવાનો રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-૨માં આવેલ તાડ ફળિયા વિસ્તારમાં ૧૬ લાખના ખર્ચે બનનાર ડ્રેનેજ લાઈનના કામનું ખાતમુહુર્ત કરાયું  અંકલેશ્વર નગર પાલિકાના વોર્ડ નંબર-૨માં આવેલ તાડ ફળિયા વિસ્તારમાં ગટરની સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા આ અંગે રહીશોએ સ્થાનિક નગર સેવકો સાથે પાલિકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી.
જે રજૂઆતને ધ્યાનમાં રાખી ૧૬ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.જે ડ્રેનેજ લાઈનના કામનું આજરોજ પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થના હસ્તે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહુર્તમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહીત સ્થાનિક નગર સેવકો તેમજ રહીશો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories