અંકલેશ્વર: GIDCમાં રામનવમીના પાવન અવસરે પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરાયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં યોજાયો કાર્યક્રમ

  • પંચદેવ મંદિરનું કરાશે નિર્માણ

  • રામનવમીના પાવમ અવસરે કાર્યક્રમ યોજાયો

  • મંદિરનો શિલાન્યાસ કરાયો

  • મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં નિર્માણ પામનાર પંચદેવ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ પંચદેવ પાર્કમાં પંચદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પંચદેવનું મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે જેનો રામનવમીના પાવન અવસરે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોકત વિધિ અનુસાર મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.પંચદેવ મંદિરમાં ભગવાન શ્રી ગણેશ, અંબાજી મંદિર, મહાદેવ મંદિર, રામ મંદિર તેમજ પવનપુત્ર હનુમાનજીના મંદિરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે જે ભક્તોની  અનન્ય આસ્થાનું કેન્દ્ર બનશે.
Read the Next Article

અંકલેશ્વર : ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત હાંસોટની કાકા બા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાય...

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત કાર્યક્રમ

  • ભારતીય જનતા પાર્ટી દ્વારા થતું વિવિધ કાર્યક્રમોનું આયોજન

  • બલિદાન દિવસને અનુલક્ષીને રક્તદાન શિબિરનું આયોજન

  • હાંસોટની કાકા બા હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર યોજાય

  • રક્તદાન શિબિરમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છેત્યારે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાય હતી. આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે અંકલેશ્વર-હાંસોટ વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પટેલભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીહાંસોટ ભાજપ પ્રમુખ અનંત પટેલયુવા ભાજપ પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કાર્યકરો સહિત રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories