અંકલેશ્વર: ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી રૂ.1.84 કરોડની છેતરપીંડી

નોકરીની લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો

New Update
Ankleshwar City Police Station
Advertisment
ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસે રૂ.1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે
Advertisment
અંકલેશ્વર અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ઘનશ્યામસિંઘ રાજપૂત જય હિંદ સિક્યુરીટી સર્વીસ ચલાવે છે.તેઓ અંકલેશ્વર ઓ.એન.જી.સી.માં ફીલ્ડ ઓફીસર તરીકે સી.આઈ.એસ.એસ.કંપનીના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા.જેઓને મૂળ બિહાર અને હાલ અંકલેશ્વર વિરાટ નગરમાં રહેતો ઓગસ્ત પાંડે સાથે પરિચય થયો હતો.
જેણે પશ્ચિમ બંગાળમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીસમાં મેનેજર તરીકે કામ કરે છે.એન.આઈ.એસ.એસમાં અલગ-અલગ જગ્યાએ ઓ.એન.જી.સી કંપનીમાં સિક્યુરીટી સર્વીસના કોન્ટ્રાક્ટ રાખ્યો હોવાનું કહી ઓ.એન.જી.સી ખંભાત, હજીરા અને મહેસાણામાં એન.આઈ.એસ.એસ સિક્યુરીટીના કોન્ટ્રાક્ટમાં લાઈન વોકરની ઘણી જગ્યાઓ પર કાયમી ધોરણે ભરતી છે.અને હજીરા તેમજ મહેસાણા ખાતે એક માણસ દીઠ અઢી લાખ રૂપિયા અને ખંભાત ખાતે એક માણસ દીઠ બે લાખ રૂપિયા ભરવાના છે.
તેમ કહી લાલચ આપી ઘનશ્યામસિંઘે તેના 50 પરિચિતો તેમજ ઠાકોર આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી કુલ 1.84 કરોડ પડાવી લીધા હતા.જે બાદ મોબાઈલ બંધ કરી ઓગસ્ત પાંડે ગાયબ થઇ ગયો હતો છેતરપીંડી અંગે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories