New Update
/connect-gujarat/media/media_files/2025/07/15/gadkhol-overbridge-2025-07-15-17-10-45.jpg)
ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ પેટાવિભાગ હસ્તકના અંકલેશ્વર-અંદાડા-સમોર-માંડવા રોડ અંક્લેશ્વર પર આવેલ ગડખોલ રેલ્વે ઓવર બ્રિજ પર T સેક્શન પાસે અંકલેશ્વર શહેર, અંકલેશ્વર GIDC, ભરૂચ શહેર તેમજ સુરત શહેર તરફથી આવતા ભારદારી વાહનોના ટ્રાફિકના કારણે એક્સેસિવ વિયરિંગ એન્ડ ટીયરિંગ થતું હોવાથી વારંવાર વિયરિંગ કોટનું ખવાણ થતું હતું. જેથી-અવારનવાર વિયરિંગ કોટનું સ્ટીલ એક્સપોઝ થઈ જતું હતું.
બ્રિજના T* સેક્શન પાસેના જૂના વિયરિંગ કોટને જે.સી.બી. તથા બ્રેકરની મદદ થી તોડીને નવેસરથી જરૂરી એડમિક્ષર ( સિકા-રેપીડ) તથા સ્ટીલ ફાઇબર જેવી નવીન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રીચ કોંક્રીટ કરી ટ્રીમીક્ષ કરવામાં આવ્યું છે. બ્રીજની મજબૂતીકરણ કામગીરી અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી કરવામાં આવી છે.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ અધિકારી દ્વારા વધુમાં જણાવવામાં આવે છે કે, સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે બ્રીજ મેન્ટેનન્સની પિરીયોડીક કામગીરી સતત ચાલતી પ્રક્રિયા છે. આ સિવાય ક્ષતિગ્રસ્ત જિલ્લાના રસ્તાઓ પર કોંક્રિટ પેચવર્ક સહિતની કામગીરી પણ ચાલુ છે.