અંકલેશ્વર: GIDC બસ ડેપો સામે આવેલ હોટલ રોયલ ઇનમાંથી જુગારધામ ઝડપાયું, 8 જુગારીની ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત આઠ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

New Update
  • અંકલેશ્વરમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી

  • હોટલ રોયલ ઇનમાં ચાલતું હતું જુગારધામ

  • 8 જુગારીઓની પોલીસે કરી ધરપકડ

  • રૂ.80 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો

  • 4 જુગારીને વોન્ટેડ જાહેર કરાયા

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાંથી જુગાર રમતા હોટલના ભાગીદાર સહીત આઠ જુગારીયાઓને ૮૦ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા જયારે મેનેજર સહીત ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા 
ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહીબિશન જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આપેલ સૂચનાને આધારે ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળા એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ આર.કે.ટોરાણી સહીત સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જુના હાઇવે ઉપર જી.આઈ.ડી.સી બસ ડેપોની સામે આવેલ હોટલ રોયલ ઈનમાં રૂમ નંબર-૩૦૬માં હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક બહારથી માણસો બોલાવી ભેગા કરી જુગારધામ ચલાવે છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩૦ હજાર અને ૬ મોબાઈલ ફોન તેમજ એક બાઈક મળી કુલ ૮૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જંબુસરના દહેગામ ચકલો ફળિયામાં રહેતો અને હોટલના ભાગીદાર લતીફ અબ્બાસ મલેક,અઝીમ ઐયુબ બક્સ,નઈમ ઈસ્માઈલ મદાફરીયા,મોહંમદ ઝૈદ મોહંમદ વોરા પટેલ,મોહસીન કમરૂદીન દીવાન અને આસિફ ઉસ્માન મલેક,ઝાકીર અબ્બાસ વોરા પટેલ તેમજ સિદીક રાજા મલેકને ઝડપી પાડ્યો હતો જયારે હોટલના મેનેજર સહીત ચાર જુગારીયાઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.
Latest Stories