New Update
અંકલેશ્વરમાં કરાયુ આયોજન
ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા આયોજન
તોફાની વાયરા-7 નામનો કાર્યક્રમ યોજાયો
જુના નવા હિન્દી ફિલ્મી ગીત રજૂ કરાયા
સંગીત પ્રેમીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર જીઆઇડીસીના ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા તોફાની વાયરા-7નું સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુના નવા હિન્દી ફિલ્મોના ગીતોની સુરાવલીથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા હતા
અંકલેશ્વર જીઆઇડીસીના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે શનિવારની રાતે ગાના મ્યુઝિક લવર્સ ગૃપ દ્વારા રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને શુભશ્રી પિગમેન્ટ્સ સહયોગથી તોફાની વાયરા-7નું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કલાકારોએ નવા-જુના હિન્દી ફિલ્મોના સોલો તેમજ સમૂહ સુપરહિટ ગીતોની રમઝટ બોલાવી હતી.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના ડી.વાય.એસ.પી ડો.કુશલ ઓઝા, હરીશ જોષી,એ.આઈ.એ. પ્રમુખ હિંમત સેલડિયા,રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેવે,શુભશ્રી પિગમેન્ટ્સના ચેરમેન કે.શ્રીવત્સન,સિનિયર જર્નાલિસ્ટ તુષાર પ્રભુને,બોલીવુડ પર્કશન પ્લેયર બંકિમ શાહ,બોલીવુડ લીડ ગીટાર પ્લેયર રવિન્દ્ર ખરાત તેમજ નરેશ પુજારા સહીત ગાના મ્યુઝિક લવર્સ ગૃપના સભ્યો અને આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories