અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલું છે મંદિર
ક્ષીપ્રા ગણેશ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર
મંદિરના પાટોત્સવની કરાય ઉજવણી
ગણેશ યાગનું કરવામાં આવ્યું આયોજન
ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર હાસોટરોડ પર આવેલ અતિ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષીપ્રા ગણેશ મંદિરના બારમા પાટોત્સવ તેમજ નર્મદા માતાજીના મંદિરના સાતમા પાટોત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ નિમિત્તે ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દુંદાળા દેવની આરાધના કરવામાં આવી હતી.આ ધાર્મિક કાર્યક્રમનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.