અંકલેશ્વર: ગાર્ડન સીટી નવરાત્રી મહોત્સવ વિવાદમાં,વિધર્મી કલાકારોને લઈ VHPનો વિરોધ

અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં  આયોજકો દ્વારા વિધર્મી ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.આજરોજ  વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સીટી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.

New Update

અંકલેશ્વરમાં યોજાશે નવરાત્રી મહોત્સવ

ગાર્ડન સિટીમાં ગરબા મહોત્સવનું આયોજન

વિધર્મી કલાકારોને લઈ વિવાદ

વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ નોંધાવ્યો

આયોજકોએ વિધર્મી કલાકારો ન બોલાવવાની બાંહેધરી આપી

અંકલેશ્વરના ગાર્ડન સિટી ગરબા મહોત્સવમાં  આયોજકો દ્વારા વિધર્મી ગાયકોને બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે.આજરોજ  વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગાર્ડન સીટી ખાતે પહોંચી વિરોધ નોંધાવ્યો હતો.
જગતજનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીને આડે ગણતરીના દિવસો બાકી છે.
ત્યારે ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.અંકલેશ્વરમાં પણ ગાર્ડન સીટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 
વિધર્મી કલાકારો પર્ફોમ કરવાના હોય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો ગાર્ડન સિટી ખાતે પહોંચ્યા હતા અને ભારે સૂત્રોચાર કર્યા હતા સાથે જ તેઓ દ્વારા ગરબા આયોજકોને ગરબા મહોત્સવમાં વિધર્મી કલાકારોને ન બોલાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી
આ તરફ ગાર્ડન સિટી નવરાત્રી મહોત્સવના આયોજક રમેશ સવાણીએ વિશ્વ હિન્દુ પરિષદની રજૂઆત સાંભળી હતી અને તેઓએ જણાવ્યું હતું કે તેઓ દ્વારા પૂર્વા મંત્રી નામના કલાકારને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તેઓ સાથે અન્ય કયા ધર્મના કલાકારો આવે છે તે તેમને જાણ ન હતી પરંતુ વિશ્વ હિન્દુ પરિષદે રજૂઆત કરતા તેઓને અન્ય ધર્મના કલાકારો ન લાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે
#Gujarat #CGNews #Ankleshwar #Garden City #Controversy #Navratri Festival
Here are a few more articles:
Read the Next Article