અંકલેશ્વર: રાજપીપળા રોડ પર આવેલ શાંતિ નગરમાંથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયુ, એક આરોપીની ધરપકડ

એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગર સ્થિત શાંતિનગર નગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ ચાલી રહ્યું છે.

New Update
  • અંકલેશ્વરમાં ભરૂચ એસ.ઓ.જી.ની કાર્યવાહી

  • રાજપીપળા રોડ પરથી ઝડપાયું કૌભાંડ

  • શાંતિનગરમાંથી ગેસ રિફીલિંગનું કૌભાંડ ઝડપાયું

  • એક આરોપીની પોલીસે કરી ધરપકડ

  • રૂપિયા 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ એસ.ઓ.જીએ અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગરમાંથી ગેરકાયદેસર રીતે ચાલતું ગેસ રીફીલીંગ કૌભાંડ પકડી પાડી એક ઈસમને ઝડપી પાડ્યો હતો  ભરૂચ એસ.ઓ.જીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલ યોગી નગર સ્થિત શાંતિનગર નગરમાં અનુરાધા કોમ્પલેક્ષમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલીંગ ચાલી રહ્યું છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.પોલીસે સ્થળ પરથી ગેસના નાના-મોટા સીલીન્ડર નંગ-૧૩ અને રીફીલીંગ પાઈપ,ઈલેક્ટ્રીકલ વજન કાંટો મળી કુલ ૧૫ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી યોગી નગરમાં રહેતો વેપારી બાબુ સીરાજ અન્સારીને ઝડપી પાડ્યો હતો.
Latest Stories