New Update
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસને મળી સફળતા
રીઢા બાઈક ચોરોની કરી ધરપકડ
ચોરીની 5 બાઈક કબ્જે લેવાઈ
3 આરોપીઓની કરાય ધરપકડ
વિવિધ વિસ્તારમાંથી કરી હતી ચોરી
અંકલેશ્વરના મોતાલી ગામની સહયોગ હોટલ પાસેની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રાજુકુમાર રામઆશિષ પ્રજાપતિએ પોતાના મિત્રની માલિકીની 20 હજારની કિંમતની મોટર સાઇકલ ભડકોદ્રાના એપલ પ્લાઝા પાસે પાર્ક કરી દુકાનમાં ગયા હતા.તે સમયે અજાણ્યા વાહન ચોરો ત્રાટકી 20 હજારની બાઇકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જ્યારે આવી જ રીતે સ્વામીનારાયણ મંદિર પાસેથી પણ 30 હજારની કિંમતની બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા.
આ વાહન ચોરી અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.તે દરમિયાન પોલીસે ભડકોદ્રાના અયોધ્યા નગર ખાતે રહેતો મયુર વિજય બોરસે,આયુશકુમાર વિનોદસિંગને ઝડપી પાડી બંને ઇસમોની પૂછપરછ કરતા બંને વાહન ચોરોએ પાંચ જેટલા વાહનો ચોરી કરી કોસમડીના આયાના ઓટો ગેરેજમાં મોહમ્મદ અનસ સમસૂલ હસન સિદ્દીકીને વેચાણ કર્યા હોવાની કબૂલાત કરી હતી.પોલીસે ત્રણેય ઇસમોને તમામ વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories