અંકલેશ્વર: GIDC પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર બુટલેગરની કરી ધરપકડ

દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે.

New Update
aa

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ વધુ એક બુટલેગર ઝડપાયો

ગત તારીખ-28મી મેના રોજ ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના આમલા ગભાણનો બુટલેગર સતીશ સોમા વસાવા તેના માણસો સાથે બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લઈ અંકલેશ્વર આવી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વર-વાલિયા ચોકડીથી વાલિયા રોડ ઉપર અંકલેશ્વર જી.આઈ.ડી.સી. ઓફિસ પાસે વોચમાં હતો.તે દરમિયાન પોલીસે વિદેશી દારૂ ભરેલ કારનું પાઈલોટિંગ કરતા વિપુલ ભારત વસાવા અને વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામના કુખ્યાત બુટલેગર સતીશ સોમા વસાવાને ઝડપી પાડી 2.82 લાખનો દારૂ અને બે વાહનો મળી કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ પ્રોહીબિશન એકટના ગુનામાં સંડોવાયેલ અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતો બુટલેગર ધર્મેશ દિનેશ વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories