અંકલેશ્વર: GIDC પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને કારતુસ સાથે એક આરોપીની કરી ધરપકડ

દેશી બતાવટનો તમંચો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ બિહાર અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સોનુકુમાર ધીરો મંડલને ઝડપી પાડ્યો

New Update
  • અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી

  • હથિયાર સાથે આરોપીની કરી ધરપકડ

  • દેશી પિસ્તોલ અને કારતુસ ઝડપાયા

  • બિહારના આરોપીની ધરપકડ

  • રૂ.15 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે દેશી હાથ બનાવટનો તમંચા સહિત કુલ 15 હજારના મુદ્દામાલ સાથે એક ઇસમની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કારતવાહી હાથ ધરી હતી.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં ભાડેથી રહેતો સોનુકુમાર ધીરો મંડલ એક બેગમાં કપડામાં વિટાળી જીવતા કારતુસ સાથે તમંચો સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
સ્થળ પરથી દેશી બતાવટનો તમંચો તેમજ મોબાઈલ ફોન મળી કુલ 15 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મૂળ બિહાર અને હાલ મંગલદીપ સોસાયટીમાં રહેતો સોનુકુમાર ધીરો મંડલને ઝડપી પાડી તેની વિરુદ્ધ આર્મ્સ એકટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપી હથિયાર ક્યાંથી લાવ્યો હતો અને હથિયાર રાખવાનો કારણ શું છે તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.