અંકલેશ્વર: GIDC પોલીસે વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમોની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
a

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વાહન ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને બે મોપેડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પીઆઈ આરએચ વાળા ના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઇ.એસ.આઈ.સી.હોસ્પિટલ કોલોનીના ગેટ પાસે બે ઇસમો બે એકટીવા લઈ શંકાસ્પદ હાલતમાં ઉભેલ છે જેવી બાકીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને કોંઢ ગામના સ્ટેશન ફળિયામાં રહેતો સુનિલ પરબત નાયક અને જીતેન્દ્ર સુખદેવ મેરાડેની પકડી બંનેની મોપેડ અંગે પૂછપરછ કરતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની અટકાયત કરી બંને વાહનો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.ઝડપાયેલા ઈસમોએ મોપેડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી
Latest Stories