અંકલેશ્વર: GIDC પોલીસે રાજપીપળા ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર અને મહિલાની કરી ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી નજીક ક્રિષ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત મહિલાને ઝડપી પાડી હતી.

New Update
aa

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે રાજપીપળા ચોકડી નજીક ક્રિષ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે કુખ્યાત બુટલેગર સહિત મહિલાને ઝડપી પાડી હતી.

Advertisment
અંકલેશ્વરના જીતાલી ગામની શિવાંજલી સોસાયટીમાં રહેતી મહિલા બુટલેગર સવિતા મેદની રાય રાજપીપળા ચોકડી નજીક ક્રિષ્ટલ એવન્યુ સ્થિત ગટરના નાળા પાસે વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે વોચ ગોઠવી હતી અને જીતાલી ગામની શિવાંજલી સોસાયટીમાં રહેતી સવિતા રાયને વિદેશી દારૂની 42 નંગ બોટલ સાથે ઝડપી પાડી હતી.પોલીસે વિદેશી દારૂ અંગે મહિલાની પૂછપરછ કરતા તે વિદેશી દારૂ મહારાષ્ટ્રથી લાવી  કુખ્યાત બુટલેગર ઇમરાન ઉર્ફે મરઘી દિલાવરશાહ દિવાનને આપવાની હોવા સાથે તે ઇસમ રાજપીપળા ચોકડી ખાતે જથ્થો લેવા આવનાર હોવાની કબૂલાત કરી હતી.પોલીસે રાજપીપળા ચોકડી પાસે બુટલેગરની વોચ ગોઠવી તેને પણ ઝડપી પાડી કુલ 26 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Advertisment
Latest Stories