અંકલેશ્વર: મોપેડ પર વિદેશી દારૂની ખેપ મારતા 2 ઇસમોની GIDC પોલીસે કરી ધરપકડ

પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 9 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

Ankleshwar GIDC police
New Update
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કાપોદ્રા પાટિયા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક્ટિવા નંબર-જી.જે.16.બી.સી.5310 ઉપર સવાર થઈ બે ઇસમો કાપોદ્રા પાટિયા પાસે વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે વેળા બાતમી વાળી એક્ટિવા આવતા પોલીસે તેને અટકાવી એક્ટિવા ઉપર રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 92 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 9 હજારનો દારૂ અને એક્ટિવા મળી કુલ 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ગોકુલ ડેરી પાસે આવેલ અમૃત એપાર્ટમેન્ટમાં રહેતો હિમાંશુકુમાર ભગીરથ રાવલ અને અમરિતસિંગ શ્યામવીરસિંગ તોમરને ઝડપી પાડ્યો હતો.
#Bharuch News #Ankleshwar GIDC Police #Ankleshwar Foreign Liqour #વિદેશી દારૂ #Ankleshwar police
Here are a few more articles:
Read the Next Article