New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
એપેક્ષ હેલ્થકેર કંપની દ્વારા આયોજન
-
રક્તદાન શિબિર યોજાય
-
100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરાયુ
-
રક્તદાતાઓએ ઉત્સાહભેર કર્યું રક્તદાન
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ કામોની ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમા રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સી.ની કંપનીઓ સામાજિક સેવામાં અગ્રેસર બને તે હેતુથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એપેક્ષ હેલ્થ કેર લીમીટેડ અને ગ્રુપ કંપનીઓ દ્વારા યુનિટી બ્લડ સેન્ટર ખાતે એફ.ડી.સી.એ.ભરૂચ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં વિવિધ કંપનીઓના માલિકો અને સભ્યોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.કેમ્પમાં એપેક્ષ હેલ્થ કેરના ડાયરેકર રમેશ ગાબાણી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ભરૂચ આસિસ્ટન્ટ કમિશ્નર એમ.પી.નાકરાણી તેમજ અન્ય કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રક્તદાન શિબિરમાં 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું