અંકલેશ્વર: સરકારી શાળાની વિદ્યાર્થીઓએ કઠિન ગણાતું મહિષારસુર મર્દીની સ્તોત્રમ્ તૈયાર કર્યું, સાંભળી આશ્ચર્યચકિત થઈ જશો!

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી  પ્રાથમિક શાળાની ચોથા ધોરણની  વિદ્યાર્થીનીઓએ શાળાના સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિસાસુર મર્દિની સ્તોત્રમ્ નું સંગીતમય રીતે નિર્માણ કર્યું છે.

New Update
Advertisment

નવરાત્રી પર્વની ઉજવણી

Advertisment

અંકલેશ્વરની બાકરોલ શાળાની વિદ્યાર્થીનીઓ તૈયાર કર્યું સ્તોત્ર

મહિષારસુર મર્દીની સ્તોત્રમ્ તૈયાર કર્યું

અતિ કઠિન ગણાતું સ્તોત્રમ્ તૈયાર કરાયુ

ચોથા ધોરણની વિદ્યાર્થીનો ગાય છે સડસડાટ

અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સરકારી  પ્રાથમિક શાળાની ચોથા ધોરણની  વિદ્યાર્થીનીઓએ શાળાના સંગીત શિક્ષકના માર્ગદર્શન હેઠળ મહિસાસુર મર્દિની સ્તોત્રમ્ નું સંગીતમય રીતે નિર્માણ કર્યું છે. પ્રકાંડ પંડિતોનો પણ ગાવામાં અઘરું લાગે એવા ભારે ઉચ્ચારણો સાથેનું આ સ્તોત્રમ્ બાળકીઓ એકસુરે સડસડાટ ગાય છે
Advertisment
અંકલેશ્વરના બાકરોલ ગામની સરકારી પ્રાથમીક શાળા  હાલ સંગીત સાધનાનું કેન્દ્ર બન્યું છે. અહીંની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓનું નર્મદા અષ્ટક આલ્બમ તેમજ શૈક્ષણિક આલ્બમ પ્રજ્ઞા ગીતની  રાજ્ય સરકારે નોંધ  લેવાની સાથે સર્વ શિક્ષા અભિયાનમાં અહીંની દીકરીઓ રચિત આલ્બમ વ્યાપક વાયરલ થયું હતું.સંગીત સાધનાના કેન્દ્ર બનેલી બાકરોલ ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી  દીકરીઓએ મોટી સિદ્ધિ મેળવી છે ત્યારે શાળાની વિદ્યાર્થીનીઓએ સંગીત શિક્ષક અનુપ જૈનના માર્ગદર્શન હેઠળ નવરાત્રી નિમિતે  મહિસાસુર મર્દિની સ્તોત્રમનું સંગીતમય રીતે નિર્માણ કર્યું છે.સંસ્કૃતમાં મહિસાસુર મર્દિની સ્તોત્રમ સ્પષ્ટ ઉચ્ચારણ સાથે  પઠન કરવું  અને બોલવું પણ કઠિન હોય છે ત્યારે બાકરોલ ગામની સરકારી પ્રાથમિક શાળાની ધોરણ ચારની વિદ્યાર્થીનીઓ સડસડાટ રીતે આ સ્ત્રોતરમનું પઠન કરે છે. વિદ્યાર્થીનીઓ સંગીત ના સથવારે  સ્પષ્ટ ઉચ્ચારણ સાથે મહિસાસુર મર્દિની સ્તોત્રમ સ્વરબદ્ધ કરી લયબદ્ધ રીતે શાળામાં થતી પ્રાર્થનામાં રજૂ કરતા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ  આશ્ચર્યચકિત થઇ ગયા હતા
Latest Stories