અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ઓઝોન દિવસ નિમિત્તે આયોજન કરાયું
કાવ્ય ગોષ્ઠિનું આયોજન
પર્યાવરણને લગતી કવિતાઓ કરાય રજૂ
સાહિત્યપ્રેમીઓ રહ્યા ઉપસ્થિત
વિશ્વ ઓઝોન દિવસ નિમિત્તે અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ડો. જીજ્ઞાસા ઓઝાની પ્રેરણાથી ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા જીઆઇડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે કાવ્ય ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ રાજેન્દ્ર શુક્લ, ભાવેશ ભટ્ટ, ડો.જિજ્ઞાસા ઓઝા, મધુસુદન પટેલ, નિકુંજ ભટ્ટ અને રશ્મિ ઝા દ્વારા પર્યાવરણની ભાવનાને ઉજાગર કરતી કવિતાઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, સેક્રેટરી નિલેશ પટેલ,પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ બી.એસ. પટેલ અંકલેશ્વર નોટિફાઇડ એરીયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ અગ્રણી બળદેવ પ્રજાપતિ, નરેશ પુજારા સહિતના આગેવાનો તેમજ સાહિત્ય રસિકો ઉપસ્થિત રહ્યા હતા.