અંકલેશ્વર: GPCB દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે રન-વોક કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
  • અંકલેશ્વરમાં કાર્યક્રમનું આયોજન

  • વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો

  • રન-વોક કાર્યક્રમ યોજાયો

  • મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા

  • નો પ્લાસ્ટિક અને પર્યાવરણ બચાવોનો સંદેશ અપાયો

અંકલેશ્વર ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ટ્રસ્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે સે નો ટુ પ્લાસ્ટિક અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ રન અને વોક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો જોગર્સ પાર્ક ખાતેથી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. ઇ.એસ.આઈ.સી. હોસ્પિટલ સુધી યોજાયેલા દોડમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા અને પર્યાવરણ બચાવો તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો સંદેશ આપ્યો હતો.આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજયોનલ ઓફિસર વિજય રાખોલીયા, રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories