અંકલેશ્વર: ઠાકોરભાઈ પટેલ કોલેજમાં વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગે અપાયું માર્ગદર્શન

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય ડૉ. જી. કે. નંદાના માર્ગદર્શન હેઠળ માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું

Thakorbhai Patel Arts College
New Update
અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ  ખાતે માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગે સેમીનાર યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય ડૉ. જી. કે. નંદાના માર્ગદર્શન હેઠળ માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમો અંગે કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં RTO અધિકારી પી.બી.પટેલ ખાસ ઉસ્થિત રહી વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
Thakorbhai Patel College
જયારે વર્ષાબેન પરમારે વિદ્યાર્થીઓને PPT  દ્વારા માર્ગ સુરક્ષા અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાનું મહત્વ જુદા જુદા વીડિયો બતાવી સમજાવ્યું હતું.કાર્યક્રમનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઑફિસર ડૉ.જગદીશ કંથારીયાએ કર્યું હતું.કાર્યક્રમમાં ડૉ. નિશાબેન વસાવા,એનએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
#Connect Gujarat #Traffic rules #ટ્રાફિકના નિયમો #શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજ #Shri Thakorbhai Patel College #Shri Vamalnath Seva Trust
Here are a few more articles:
Read the Next Article