-
સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતું ગુંજ સોશ્યલ ગ્રુપ
-
નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નના આયોજનો
-
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા-અંકલેશ્વર દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે
-
ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન
-
ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ-સભ્યો દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે રવિવારના રોજ 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આયોજકો દ્વારા લગ્નોત્સવની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સામાજિક કાર્યો થકી સેવાકીય ક્ષેત્રે પોતાનું દાયિત્વ નિભાવતા ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સતત સેવાનો પ્રવાહ વહેડાવવામાં આવે છે. ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામકુંડના મહંતશ્રી 1008 ગંગાદાસજી બાપુની પ્રેરણાથી ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન થવા જઈ રહ્યું છે.
ગુંજ સોશ્યલ ગ્રુપ-અંકલેશ્વર દ્વારા શહેરના દીવા રોડ પર આવેલ ગુપ્તા ફાર્મ ખાતે તા. 23 ફેબ્રુઆરી-2025 રવિવારના રોજ 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નોત્સવમાં 51 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે, ત્યારે ગુંજ સોશ્યલ ગ્રુપના પ્રમુખ સહિતના સભ્યો દ્વારા લગ્નોત્સવની તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો.