-
ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્ય
-
રાહતદરે ડાયરાનું વિતરણ કર્યું શરૂ
-
મોદી નગર ખાતે સેન્ટરની કરાઈ શરૂઆત
-
રૂ.300માં વિદ્યાર્થીઓને મળશે 12 નંગ ડાયરા
-
વનવાસી છાત્રાલયને 6000 નંગ ડાયરાનું કર્યું દાન
અંકલેશ્વરના ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા મોદી નગર ખાતે રાહતદરે ડાયરા વિતરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે,વિદ્યાર્થીઓને 12 નંગ ડાયરા 300 રૂપિયાના રાહતદરે મળી રહેશે. આ ઉપરાંત અંદાડા ગામના શ્રી ભૃગુઋષિ વનવાસી કુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્યે 6 હજાર નંગ ડાયરાનું દાન પણ કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરનું ગુંજ સોશિયલ ગ્રુપ સામાજિક કાર્યમાં સદા અગ્રેસર રહી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ,નવરાત્રી મહોત્સવ તેમજ કોઈ પણ આપદામાં સતત લોકોની પડખે રહી લોક સેવાની સુવાસ ફેલાવી રહ્યું છે.આ ઉપરાંત ગુંજ સોશિયલ ગ્રુપ દર વર્ષે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ડાયરાનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા હાંસોટ રોડ ઉપર મોદી નગર પાસે રાહતદરે ડાયરા વિતરણનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં 12 નંગ ડાયરાના 300 રૂપિયાના નજીવા ભાવે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા ,ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ ,ભાવેશ વામજા ,રાહુલ વામજા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા,અને ડાયરાના વેચાણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,વધુમાં અંદાડા ગામની શ્રી ભૃગુઋષિ વનવાસી કુમાર છાત્રાલય ખાતે વિનામૂલ્યે 6 હજાર નંગ ડાયરાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.