અંકલેશ્વર: હાંસોટ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો

ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

author-image
By Connect Gujarat Desk
New Update
IMG-20251016-WA0125

ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેમિનારમાં સિનિયર સિટીઝનોને હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એમ.કે.પીએજા દ્વારા રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 112, ચાઈલ્ડ હેલ્પલાઇન નંબર 1093, સાયબર ક્રાઇમ અને મહિલા સહાયતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સેમિનારમાં હાંસોટ પોલીસ મથકના  પોલીસકર્મીઓ અને વિસ્તારમાં વયસ્ક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories