અંકલેશ્વર: શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષમાં હનુમાન કિર્તનનું કરાયુ આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

અંકલેશ્વર ભરૂચ શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષમાં શ્રી હનુમાન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

  • હનુમાન કીર્તનનો કાર્યક્રમ યોજાયો

  • મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા

  • શ્યામ મંદિરના ઉપલક્ષમાં આયોજન કરાયું

અંકલેશ્વર ભરૂચ શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ મંદિરના ઉપલક્ષમાં શ્રી હનુમાન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર-ભરૂચ દ્વારા નિર્માણાધીન શ્રી શ્યામ ધામ મંદિરના ઉપલક્ષમાં  શ્રી હનુમાન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ અંબે એસ્ટેટ, એરપોર્ટ સામે, નેશનલ હાઇવે નં. 48 ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમમાં સુરતના રાકેશ અગ્રવાલ  અને અમદાવાદના શુભમ સારદાએ ભજનોની રમઝટ બોલાવી હતી.હનુમાનજીના ભજન-કીર્તનથી પરિસર ગુંજી ઉઠ્યું હતું.કાર્યક્રમમાં અંકલેશ્વર, ભરૂચ તેમજ આસપાસના વિસ્તારના અનેક ભક્તોએ હાજરી આપી હતી. ટ્રસ્ટના સભ્યો દ્વારા શ્રી શ્યામ ધામ મંદિરના નિર્માણકાર્ય વિશે માહિતી આપી અને ભક્તોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી હતી.
Latest Stories