અંકલેશ્વર: હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે સમી સાંજે ધોધમાર વરસાદ,પવન પણ ફૂંકાયો

ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી

New Update
અંકલેશ્વર શહેર જીઆઇડીસી અને સમગ્ર પંથકમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રવિવારે પણ સમી સાંજના સમયે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વરસાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. નવરાત્રિના છેલ્લા ચાર દિવસ સાંજના સમયે વરસાદ વરસ્યો હતો તો આજે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
અંકલેશ્વરના ભડકોદ્રા, કાપોદ્રા, કોસમડી,વાલિયા ચોકડી, સરદાર પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.તો આ તરફ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ, ચૌટા નાકા અને ભરૂચીનાકા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સમી સાંજના સમયે ધોધમાર વરસાદ શરૂ થયો હતો રવિવારની રજાની મજા લોકોએ વરસાદ સાથે માણી હતી.
#Bharuch #rainfall forecast #yellow alert #Gujarat RainFall Forecast #HeavyRainFall Forecast #Ankleshwar Rainfall #વરસાદ #વરસાદની આગાહી
Here are a few more articles:
Read the Next Article