અંકલેશ્વર: કોસમડી નજીક ભરાતા હાટ બજારના કારણે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ,તંત્રની સુચનાનું પાલન ક્યારે ?

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા

New Update
  • અંકલેશ્વરમાં ટ્રાફિકજામની પરિસ્થિતિ

  • હાટ બજારના કારણે ટ્રાફિકજામ

  • કોસમડી ગામ નજીક ભરાય છે હાટ બજાર

  • તંત્રની સૂચનાઓનું પાલન નહીં

  • સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ

અંકલેશ્વરના કોસમડી ગામ નજીક દર શનિવારે ભરાતા હાટ બજારના પગલે ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા હતા
અંકલેશ્વરમાં કોસમડી ગામ નજીક દર શનિવારે હાટ બજાર ભરાય છે જેમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી અર્થે ઉમટી પડે છે પરંતુ આડેધડ કરવામાં આવતા પાર્કિંગ અને લારી તેમજ ગલ્લાઓ મુખ્ય માર્ગને અડીને જ ઉભા કરી દેવામાં આવતા ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ગતરોજ પણ ભરાયેલ હાટ બજારના પગલે મુખ્ય માર્ગ પર કલાકો સુધી ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ટ્રાફિકજામ તેમજ ગંદકી સહિતના પ્રશ્ને અંકલેશ્વર મામલતદાર દ્વારા તમામ હાટ બજાર બંધ રાખવાના આદેશ અપાયા બાદ વેપારીઓની રજૂઆતને ધ્યાને રાખી હાટ બજાર ચાલુ રાખવા અંગે મંજૂરી આપવામાં આવી હતીમજોકે તેમાં ટ્રાફિકને અડચણ ન થાય અને સાફ-સફાઈની શરતે આ મંજૂરી આપવામાં આવી હતી પરંતુ તંત્રએ જે શરત મૂકી હતી તેનું પાલન ન થતું હોવાનું લાગી રહ્યું છે. સમી સાંજના સમયે ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે અનેક વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવે છે ત્યારે આ બાબતે હાટબજારના સંચાલકો અને તંત્ર કોઈ નિરાકરણ લાવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે.
Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.