New Update
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા
ઠગ દંપતી પૈકી પતિની ધરપકડ
લોભામણી લાલચ આપી લેવામાં આવી હતી લોન
40 વ્યક્તિઓના નામે લોન લઈ ઠગાઈ આચરાય
ફરાર પત્નીની પોલીસે કરી ધરપકડ
અંકલેશ્વરમાં 40 વ્યક્તિઓના નામે લોન લઈ છેતરપિંડી આચરનાર ઠગ દંપતી પૈકી પતિની પોલીસે ધરપકડ કરી છે.
અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે રહેતા અંજનાબેન પટેલ ગામમાં જ રહેતા સંગીતા પટેલ અને એના પતિ ભરત પટેલ દ્વારા લોભામણી લાલચ આપી તેમના ડોક્યુમેન્ટ મેળવી લોન લઇ લીધી હતી અને તમામ હપ્તા ભરવાની ખાતરી આપી હતી. અંજના પટેલ અને અન્ય લોકોના ડોક્યુમેન્ટ આધારે અલગ અલગ બેંકમાંથી રૂપિયા 17.67 લાખની લોન મેળવી પટેલ દંપતીએ રૂપિયા પોતાની પાસે રાખી લીધા હતા.
હપ્તા ભરપાઈ ન થતા બેંક દ્વારા ઉઘરાણી કરવામાં આવતા પટેલ દંપતીએ છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું.આ અંગે અંજનાબેન પટેલ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે છેતરપિંડી આચરનાર ભરત પટેલની ધરપકડ કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે જુલાઈ 2024થી અત્યાર સુધીમાં ઠગ દંપતિએ 40 વ્યક્તિઓના નામે લોન લઇ વૈભવી જીવન જીવી રહ્યા હતા.આ મામલામાં ફરાર પત્નીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
Latest Stories