New Update
અંકલેશ્વરમાં સામે આવ્યો બનાવ
યુવાન સાથે છેતરપીંડી
મેલીવિદ્યા દૂર કરવાના નામે છેતરપીંડી
રૂ.4.44 લાખની છેતરપીંડી આચરાય
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા રોહન જેન્તી વસાવાને છેલ્લા એક મહિનાથી પેટમાં દુખાવો થતો હતો જેથી તેઓ તેઓની માતા,બહેન અને માસી સાથે અંકલેશ્વરના નવા બોરભાઠાના બળિયા દેવ ફળિયામાં રહેતા અને દશા માતાજીની પૂજા કરતા ભુવા પુષ્પા વસાવાને ત્યાં ગયા હતાં. જ્યાં પુષ્પાબેને રોહન વસાવાને તેણે પહેરેલ સોનાની ચેઇનમાં કોઈએ મેલી વિદ્યા કરી હોવાનું જણાવી સોનાની ચેઇન વિધિના નામે મુકાવી હતી.
જે બાદ સાત દિવસ પછી લઈ જવાનું કહી બીજા દિવસે અન્ય સોનાની ચેઇન અને વીંટી પણ મેલી વિદ્યાના નામે લઈ લીધા હતા.આટલેથી નહીં અટકતા ભુવા પુષ્પા વસાવાએ રોકડા 20 હજાર અને યુવાનના બજાજ ફાઇનાન્સ કાર્ડ ઉપર ફર્નિચર મળી કુલ 4.44 લાખના મુદ્દામાલની છેતરપીંડી કરી હતી.જે મુદ્દામાલ યુવાન પરત માંગતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.આ છેતરપીંડી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories