અંકલેશ્વર: અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા

ભરૂચના અંકલેશ્વરમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પર અસર પડી હતી

New Update

અંકલેશ્વરમાં વરસી રહેલ અવિરત વરસાદના પગલે વિવિધ સોસાયટીઓ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન પર અસર પડી હતી

અંકલેશ્વરમાં છેલ્લા બે દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિવિધ વિસ્તારો પાણીમાં તરબોળ થઈ ગયા છે અંકલેશ્વરના સેફરોનથી નીલકંઠ વીલા રોડ પર આવેલ વૃંદાવન સોસાયટી, નક્ષત્ર સોસાયટી અને એપાર્ટમેન્ટ નજીક વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી વેચવાનો વારો આવ્યો હતો. આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાંક જામ થઈ જતા પાણીનો ભરાવો થયો હતો ત્યારે વરસાદી કાંસની સાફ સફાઈ કરાવવામાં આવે એવી માંગ ઉઠી છે.

જ્યારે અંકલેશ્વરના કાપોદ્રા ગામની ઝકરિયા પાર્ક અને એમ.પી.પાર્કમાં વરસાદી કાંસનું પાણી ફરી વળ્યું હતું વરસાદી કાંસમાં ગેરકાયદેસર પુરાણ કરવામાં આવતા વરસાદી પાણીનો ઘેરાવો થતાં પાણી સોસાયટીમાં આવેલ ઘરોમાં ઘૂસી ગયા હતા જેને પગલે ઘર વખરી પલળી જવા પામી હતી.જે અંગે સ્થાનિકો મામલતદાર કચેરીએ રજૂઆત કરતાં મામલતદાર સહિતના અધિકારી સ્થળ પર દોડી આવ્યા હતા અને જે.સી.બી મશીન લાવી ગેરકાયદેસરનું પુરાણ દૂર કર્યું હતું.

Latest Stories