અંકલેશ્વર : સોશિયલ મીડિયા પર આદિવાસી યુવક યુવતી પર થયેલી અભદ્ર ટિપ્પણીથી સમાજમાં રોષ

અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ટીખળખોર દ્વારા આદિવાસી સમાજની લાગણી દુભાય તેવા યુવક યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી,જે મેસેજ વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી પ્રસરી

New Update
  • સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણીનો મામલો

  • આદિવાસી સમાજના યુવક યુવતી અંગે કરી હતી ટિપ્પણી

  • ટીખળખોર સામે સમાજમાં વ્યાપ્યો રોષ 

  • સમાજના યુવાનોએ રેલી યોજી આક્રોશ કર્યો વ્યક્ત

  • પોલીસ મથકમાં ટીખળખોર સામે કાર્યવાહીની કરાઈ માંગ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજના યુવક યુવતી વિશે અભદ્ર ટિપ્પણી કરતો મેસેજ વાયરલ થયો હતો,જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર ટીખળખોર દ્વારા આદિવાસી સમાજની લાગણી દુભાય તેવા યુવક યુવતીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી,જે મેસેજ વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ હતી.જેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

અંકલેશ્વર - હાંસોટ આદિવાસી સમાજના યુવાનો બિરસા મુંડા સર્કલ ભરૃચીનાકા ખાતે એકત્ર થયા હતા,અને સોશિયલ મીડિયા પોસ્ટ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો,આ પ્રસંગે  આદિવાસી સમાજના યુવાનો દ્વારા રેલી કાઢવામાં આવી હતી.અને પોલીસ મથકમાં રજૂઆત કરીને સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

Latest Stories