અંકલેશ્વર: વીજ કંપનીની બેદરકારી સામે ઉદ્યોગકારોમાં રોષ, વીજ ટ્રાન્સફોર્મરમાં આગની ઘટનામાં મોટી દુર્ઘટના બનતી સહેજ અટકી !

અંકલેશ્વર GIDCની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આગનો બનાવ વીજ કંપનીના કોન્ટ્રકટરની બેદરકારીના કારણે બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

New Update

અંકલેશ્વર જીઆઇડીસીમાં બન્યો હતો બનાવ

વીજ ટ્રાન્સફોર્મરમાં લાગી હતી આગ

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ

ઉદ્યોગકારોમાં જોવા મળ્યો રોષ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની નિરંજન ઇન્ડસ્ટ્રીઝ પાસે વીજ ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. આગનો બનાવ વીજ કંપનીના કોન્ટ્રકટરની બેદરકારીના કારણે બન્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં નિરંજન ઇન્ડસ્ટ્રીઝ નજીક આવેલ ટ્રાન્સફોર્મરમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગને જોતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટના વીજ કંપનીના અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન બની હતી જેમાં વીજ કંપની અને ગુજરાત ગેસ કંપની વચ્ચે સંકલનના અભાવ અને અધિકારીઓની લાપરવાહીણે કારણે સર્જાઈ હોવાનું અંકલેશ્વરના ઉદ્યોગકારોએ આક્ષેપ કર્યો છે.અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયાએ રોષ સાથે આક્ષેપ કર્યો હતો કે વિકાસ કાર્યની ઉદ્યોગકારોએ મોટી કિમત ચૂકવી છે.અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન ૫૦ સ્થળોએ પાણીની પાઈપ લાઈન અને આઠ જગ્યાએ ગેસ લાઈન ક્ષતિગ્રસ્ત થઇ હોવાનો આક્ષેપ કરાયો છે.
બુધવારે લાગેલ આગમાં લાખોના નુકશાનનો સામનો કરનાર ઉદ્યોગકાર એન.કે.નાવડિયાએ આક્ષેપ કર્યા હતા કે સદનસીબે આગ પાર્કિંગ સુધી જ ફેલાય હતી જો આગ વધુ પ્રસરતે તો બ્લાસ્ટ પણ થવાની પણ સંભાવના હતી.આ મામલે તેઓ દ્વારા વીજ કંપનીના કોન્ટ્રકટર સામે પગલા ભરવાની માંગ કરવામાં આવી છે
#Gujarat #CGNews #Ankleshwar #Fire Broke out #Transformer #Transformer Fire
Here are a few more articles:
Read the Next Article