જેસીઆઇ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું

જેસીઆઇ અંકલેશ્વર દ્વારા ડાયમંડ જેસીઆઈ વીક અંતર્ગત વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે જીઆઈડીસીમાં આવેલ ગટ્ટુ સ્કૂલ ખાતે મધુસૂદન જોશી નિબંધ સ્પર્ધા અને સ્ટીલ ફેબ ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જયારે જી.આઇ.ડી.સી ખાતે મેગા ટ્રીપ્લાન્ટેશન અને કોંઢ તેમજ વાલિયા ખાતે રેઇન વોટર હાર્વેસ્ટિંગનું ઇનોગ્રેટ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જેસીઆઈના પ્રેસિડેન્ટ તેજસ પંચાલ,જેસીઆઈ વીક ચેરમેન વલકેશ પટેલ,ઝોન ઓફિસર કિંજલ શાહ,આશિષ અગ્રવાલ તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.