અંકલેશ્વર : કલ્યાણી સખી વૃંદ મહિલા સંગઠનની કરાઈ રચના, સફાઈ કામદારોનું કરાયું સન્માન

"સ્વ ઉત્કર્ષ તરફ એક કદમ" નાં હેતુસર "કલ્યાણી સખી વૃંદ"નામક સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી એક મંડળની રચના કરવામાં આવી છે,જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો

New Update
  • અંકલેશ્વરમાં મહિલા સંગઠન મંડળની રચના

  • કલ્યાણી સખી વૃંદ મંડળની કરાઈ રચના

  • જલારામ નગરમાં યોજાયો ઉદઘાટન કાર્યક્રમ

  • સ્વ ઉત્કર્ષ તરફ એક કદમનાં હેતુસર મંડળની રચના

  • મહિલા સફાઈ કામદારોનું પણ કરાયું સન્માન   

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં કલ્યાણી સખી વૃંદ મહિલા સંગઠનના મંડળની રચના કરવામાં આવી હતી.અને આ પ્રસંગે મહિલા સફાઈ કામદારોનું સન્માન અને અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર જલારામ નગર સોસાયટી ખાતે "સ્વ ઉત્કર્ષ તરફ એક કદમ" નાં હેતુસર "કલ્યાણી સખી વૃંદ"નામક સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી એક મંડળની રચના કરવામાં આવી છે,જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

અંકલેશ્વરમાં મહિલા ઉદ્યોગસાહસિક દક્ષા વિઠલાણી આ પ્રસંગે મુખ્ય મેહમાન બન્યા હતા.અને તેમની સંઘર્ષની કથા એમના મુખે સાંભળીને સહુને પ્રેરણા મળી હતી.

જ્યારે યોગ બોર્ડના કોચ એવા કામીનાબેન રાજે પણ સ્ત્રીઓને આત્મવિશ્વાસ જગાવી દરેક મુસીબતનો સામનો કરવાનો મંત્ર આપ્યો હતો.ન્યૂઝ ચેનલના રીડર અને કર્મઠ શિક્ષક એવા અરુણાબેનના વક્તવ્ય થકી હાજર મહિલાઓ અભિભૂત થઈ ગઈ હતી.

આ પ્રસંગે કલ્યાણી સખી વૃંદના અધ્યક્ષ દક્ષા શાહે આગામી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી.આ કાર્યક્રમમાં સમાજના એક એવા શ્રમિક વર્ગ કે જે રોજ રોજ શહેરને સ્વચ્છ રાખવા માટે સમર્પિત છે,એવા મહિલા સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. 

કલ્યાણી સખી મંડળના સેક્રેટરી અને સમગ્ર કાર્યક્રમના આયોજક હિનાબેન ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં સ્ત્રી ઉન્નતિ માટે તન મન ,ધનથી સેવા આપવાની ખાતરી આપી હતી.આ પ્રસંગે છાયા પટેલદર્શના મોદીચેતન શાહ,ચંદ્રેશભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories