New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
મુસ્લિમ સમાજ દ્વારા આયોજન
બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર આયોજન
લેધર બોલ T20 ટુર્નામેન્ટનો પ્રારંભ
6 ટીમો લઇ રહી છે ભાગ
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લેધર બોલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત ભવ્ય લેધર બોલ ટ્વેન્ટી-ટ્વેન્ટી (T20) ક્રિકેટ ટુર્નામેન્ટનો ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો છે. મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારોહમાં હાજર સૌ કોઈએ સાથે મળીને રાષ્ટ્ર ગીત ગાયું હતું. રાષ્ટ્ર ગીત બાદ આતશબાજી કરવામાં આવી હતી. ઉદ્ઘાટન બાદ ટુર્નામેન્ટની પ્રથમ મેચ મુલ્લાં વાડ ઇલેવન અને ટી.કે. મુમેનટ વચ્ચે રમાઈ હતી જેમાં મુલ્લાવાડ ઇલેવન પોતાની પ્રથમ મેચ 10 રનના ટુકા મૉજીનથી જીતી હતી.આ ટુર્નામેન્ટમાં અંકલેશ્વરની 6 શ્રેષ્ઠ ક્રિકેટ ટીમો ભાગ લઈ રહી છે.
Latest Stories