અંકલેશ્વર: કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો

કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને દીપડાએ શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા

New Update
  • અંકલેશ્વરના કોસમડી ગામનો બનાવ

  • ફાર્મ હાઉસમાંથી દીપડો પાંજરે પુરાયો

  • અગાઉ પાડીયાનું કર્યું હતું મારણ

  • વન વિભાગ દ્વારા પાંજરૂ ગોઠવાયું હતું

  • ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ

અંકલેશ્વરના કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસમાંથી કદાવર દીપડો પાંજરે પુરાતા પશુ પાલકો સહીત ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો અંકલેશ્વર પંથકમાં હાલ શેરડી કટિંગની સીઝન ચાલી રહી છે ત્યારે દીપડા સહિતના વન્ય પ્રાણીઓ શિકારની શોધમાં ગ્રામ્ય વિસ્તારમાં આવી ઘરની બહાર કે અડાળીમાં બાંધેલ પશુઓનું મારણ કરતા હોય છે.
તેવામાં થોડા દિવસ પહેલા કોસમડી ગામમાં પશુ પાલકે પોતાના ઘર પાસે બાંધેલ ભેંસના પાડિયાને શિકાર બનાવી તેને ફાડી ખાધું હતું.જે ઘટના બાદ વન વિભાગ દ્વારા મારણ સાથે ગામની સીમમાં પાંજરા મુકવામાં આવ્યા હતા તે દરમિયાન કોસમડી ગામમાં આવેલ ફાર્મ હાઉસ નજીક મુકેલ પાંજરામાં મારણ કરવા આવેલ કદાવર દીપડો પાંજરે પુરાયો હતો.વનવિભાગે દીપડાનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.કદાવર દિપડો પાંજરે પુરતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
Latest Stories