અંકલેશ્વર: લાયન્સ ક્લબ દ્વારા રક્તદાન શિબિરનું કરાયુ આયોજન, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કુમારપાળ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં કરાયુ આયોજન

  • લાયન્સ ક્લબ દ્વારા આયોજન કરાયું

  • નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે આયોજન

  • રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર અને નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કુમારપાળ બ્લડ બેન્કના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નીલકંઠ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં કંપનીના કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું. જેમાં 100 યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ વાસુદેવ ગજેરા, નીલકંઠ ગ્રુપના ચેરમેન વિપુલ ગજેરા, ધ્રુવ ગજેરા, હિતેશ પટેલ, હરેશ ગજેરા તથા કર્મચારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories