અંકલેશ્વર : રૂ. 2 કરોડથી વધુના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો, ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસની હાજરી...

દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આવ્યા બાદ દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરાયો

New Update

પોલીસ દ્વારા રૂ. 2 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો, ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં દારૂ પર રોડ રોલર ફેરવાયું 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે પોલીસ દ્વારા રૂ. 2 કરોડથી વધુની કિંમતના દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ડિવિઝનના A અને B ડિવિઝન તથા હાસોટ પોલીસ મથકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો સમયાંતરે ઝડપાયો હતો, ત્યારે આ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટ પાસે જરૂરી કાયદેસરની પરવાનગી માંગવામાં આવી હતી, જે પરવાનગી આવ્યા બાદ આજરોજ અંકલેશ્વર GIDC વિસ્તારના છેવાડે આવેલ યોગી એસ્ટેટ ખાતે દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

અંકલેશ્વર નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ડીવાયએસપી ડો. કુશલ ઓઝા તેમજ એ’ ડિવિઝન સહિત બી’ ડિવિઝન પોલીસ મથકના પીઆઈની હાજરીમાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. જેમાં અંકલેશ્વર ડિવિઝનના 2 પોલીસ મથકમાં 38 ગુનામાં પકડાયેલ રૂ. 2 કરોડ ઉપરાંતની વિવિધ બ્રાન્ડની 75,322 દારૂની બોટલ પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગ દ્વારા દારૂબંધી કાયદાના અમલ માટે સતત સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને ભવિષ્યમાં પણ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેમ વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યુ હતું.

Latest Stories