/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
New Update
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ પ્રશ્નો
સ્થાનિકો દ્વારા કરવામાં આવી રજુઆત
નોટીફાઇડ એરીયા ઓથો.માં રજુઆત કરાય
જળ- વાયુ પ્રદુષણના આક્ષેપ
સમસ્યાના નિરાકરણની માંગ
અંકલેશ્વરના સ્થાનિકો દ્વારા જીઆઇડીસીના વિવિધ પ્રશ્નો અંગે નોટિફાઇડ એરીયા ઓથોરિટીમાં રજૂઆત કરવામાં આવી હતી અને પ્રશ્નોના નિરાકરણની માંગ કરાય હતી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ પડતર પ્રશ્નો અંગે આજ રોજ સ્થાનિકો દ્વારા નોટિફાઇડ એરીયા ઓથોરીટીમાં રજૂઆત કરવામાં આવી હતી.
સ્થાનિકોએ કરેલ રજૂઆત અનુસાર વિવિધ ઉદ્યોગ એકમો દ્વારા તેમના ઉદ્યોગોમાં આવતા સામાન ભરેલ વાહનો મુખ્ય માર્ગ પર જ પાર્ક કરી દેવામાં આવે છે જેના કારણે ટ્રાફિકને અડચણ પહોંચે છે. તો બીજી તરફ ઉદ્યોગો દ્વારા ગેરકાયદેસર રીતે ગેસ અને રસાયણ યુક્ત પાણીનો જાહેરમાં નિકાલ કરવામાં આવે છે.
જેના કારણે હવા તેમજ જળ પ્રદૂષણ થાય છે. પ્રદુષણના પ્રમાણમાં વધારો થતાં અહીંના લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે ત્યારે આ બાબતે ઉદ્યોગો પર કડક કાર્યવાહીની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
Related Articles
Latest Stories
/connect-gujarat/media/media_files/2025/07/08/junagadh-fruad-2025-07-08-15-53-58.jpeg)
LIVE