અંકલેશ્વર: માટીયેડમાં વિધવા પ્રેમિકાની કુહાડીના ઘા મારી હત્યા કરતો પ્રેમી, પોલીસે કરી આરોપીની ધરપકડ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો.

New Update
  • વિધવા મહિલાનો પ્રેમ સંબંધમાં આવ્યો કરૂણ અંજામ

  • મહિલાના પતિનું 15 વર્ષ અગાઉ થયું હતું મૃત્યુ

  • ગામના જ યુવક સાથે હતા પ્રેમ સંબંધ

  • નજીવી તકરારમાં મહિલાને પ્રેમીએ કુહાડીના ઘા મારી કરી હત્યા

  • પોલીસે કરી હત્યારા પ્રેમીની ધરપકડ   

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીયેડ ગામમાં પતિના મૃત્યુ બાદ પ્રેમ સંબંધમાં રહેતી વિધવાની કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી પ્રેમી ફરાર થઈ ગયો હતો.પ્રેમ સંબંધના કરૂણ અંજામમાં પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીને ઝડપી પાડયો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માટીએડ ગામના 38 વર્ષીય સુશીલા વસાવાના પતિ દશરથ વસાવાનું પંદર વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હતું.સુશીલાને સંતાનમાં બે દીકરીઓ છે.અને સુશીલા ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવાર નવાર ઘરે આવતો હતોઅને બંને પતિ પત્ની તરીકે જ જીવન વિતાવતા હતા.

બંનેના પ્રેમ સંબંધમાં કાલિદાસને સુશીલા ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હોય બંનેના સંબંધોમાં ખટાશ આવી હતી.આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.દરમિયાન તારીખ 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં કાલિદાસ વસાવા કુહાડી લઇ સુશીલાના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવવા જણાવ્યું હતું.જો કે સુશીલા ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા જ કાલિદાસ ઉશ્કેરાઈ ગયો હતોઅને સુશીલાના માથામાં કુહાડીના ઉપરાછાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી તે ફરાર થઇ ગયો હતો.

આ અંગેની જાણ સુશીલાના ભાઈ રાજેશ વસાવાને થતા તેઓએ બુમાબુમ કરતા આસપાસ ના લોકો દોડી આવ્યા હતા.અને 108ને જાણ કરી હતી.જો કે 108ની ટીમે સુશીલાને મૃત જાહેર કર્યા હતા. ઘટના સંદર્ભે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. અને સુશીલા વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં ફરાર હત્યારા કાલિદાસ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

Latest Stories