New Update
/connect-gujarat/media/media_files/2025/05/28/Gv9rhA02OY7HNvTSWKwd.jpg)
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ONGC, ખંભાત, હજીરા તેમજ મહેસાણામાં NISS સિક્યુરીટીના કોન્ટ્રાક્ટમાં લાઈન વોકરની કાયમી નોકરીની આપવાની લાલચે લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ભેજાબાજની અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસે બિહાર ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં એક ભેજાબાજે ONGC કંપનીમાં નોકરીની લાલચ આપી ઘનશ્યામ સિંઘે તેના 50 પરિચિતો તેમજ અન્ય 40 લોકો પાસેથી કુલ રૂ. 1.84 કરોડ પડાવી લીધા હતા. જે બાદ મોબાઈલ બંધ કરી ભેજાબાજ રફુચક્કર થઇ ગયો હતો. ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસેથી રૂ. 1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ ગત તા. 11મી નવેમ્બર-2024ના રોજ અંકલેશ્વર શહેર એ' ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ હતી.
પોલીસ ચોપડે છેલ્લા 6 મહિનાથી જ્યારે લોકો પાસેથી રૂપિયા લઇ છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે એ' ડિવિઝન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ શરુ કરી તેના મોબાઈલના સીડીઆર મેળવી મોબાઈલ સર્વેલન્સ શરુ કર્યું હતું. આ દરમિયાન ચોક્કસ હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે, આરોપી બિહારના બક્કસ જિલ્લામાં છુપાયો છે.
જે માહિતીના આધારે અંકલેશ્વર એ' ડિવિઝન પોલીસની એક ટીમ બિહાર પહોંચી હતી, અને હ્યુમન સોર્સ કામે લગાડીને માહિતીની ખાતરી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને અંકલેશ્વર લઇ આવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આગામી તા. 31મી મે-2025 સુધી 3 દિવસના રિમાન્ડ મજુર કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories