અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ

  • નેશનલ હાઈવેને અડીને આવેલ ગોડાઉનમાં આગ

  • સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળી

  • વિકરાળ આગના પગલે અફરાતફરીનો માહોલ

  • ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો

Advertisment
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાતા પરિસ્થિતિ ગંભીર બની હતી.ફાયર ફાયટરો ભારે જહેમત બાદ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો
ઉદ્યોગ નગરી અંકલેશ્વરમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો હતો.અંકલેશ્વર નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું 
જેના પગલે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. આગના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.આ અંગેની જાણ કરાતા જ અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ત્રણ જેટલા ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા.જો કે આગ આસપાસના ગોડાઉનમાં પણ ફેલાય હતી જેના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી.
નોટીફાઇડ એરિયા ઓથોરિટીના 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો હતો. આસપાસના ગોડાઉનના સંચાલકોએ ફાયર ફાયટરો સાથે માથાકૂટ કરતા પોલીસને મદદે બોલાવવાની ફરજ પડી હતી.
Advertisment
આ તરફ જે ગાડાઉનમાં આગ લાગી હતી એ ગોડાઉનના સંચાલક પાસે ફાયર એન.ઓ.સી.કે આગ ઓલવવાના એક પણ સાધન ન હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઇવે અડીને આવેલા સ્ક્રેપ માર્કેટમાં સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં રાસાયણિક કચરાનો સ્ટોર કરવામાં આવે છે ત્યારે આ મામલે હવે પોલીસ પણ તપાસ કરશે અને તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવશે
Latest Stories