અંકલેશ્વર: GIDCની અવસર એન્ટરપ્રાઇઝમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, 3 આરોપીની ધરપકડ

અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે

New Update
Advertisment

અંકલેશ્વરમાંથી ફરી ઝડપાયું ડ્રગ્સ

Advertisment

અવસર એન્ટરપ્રાઈઝમાંથી ડ્રગ્સ ઝડપાયું

કરોડો રૂપિયાનું ડ્રગ્સ હોવાનો અંદાજ

3 આરોપીની ધરપકડ

મોટો જથ્થો ચકાસણી માટે FSLમાં મોકલાયો

અંકલેશ્વરમાંથી ફરી એક વાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે સુરત અને ભરૂચ પોલીસે અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળો કારોબાર ઝડપાયો છે. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અવસર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હોવાનો અનુમાન છે.અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાંથી પોલીસે 14.10 લાખનું 141 ગ્રામ એ.ડી.ડ્રગ્સ કબ્જે કર્યું છે જ્યારે અન્ય 427 કિલો ડ્રગ્સનો જથ્થો ચકાસણી અર્થે FSLમાં મોકલાયો છે.આ મામલામાં

Advertisment
કુલ 3 આરોપીની પોલીસે  ધરપકડ છે.મામલામાં પોલીસે કંપની સંચાલક વિશાલ પટેલની ધરપકડ કરી છે.અગાઉ અંકલેશ્વરની જ આવકાર ડ્રગ્સ કંપનીમાંથી રૂપિયા 5,000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ દેશમાં ડ્રગ્સ ના ઉત્પાદનનું ગેરકાયદેસર હબ બની રહ્યું છે. એક વર્ષમાં પાનોલી દહેજ અંકલેશ્વર અને સાઈખામાંથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયુ હતું.
Latest Stories