New Update
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
ગણેશ આયોજકોની બેઠક યોજાઇ
વહીવટી તંત્ર સાથે બેઠકનું આયોજન
વિવિધ પ્રશ્ને કરવામાં આવી ચર્ચા
ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વરમાં આગામી ગણેશ મહોત્સવના પર્વને ધ્યાને રાખીને વહીવટી તંત્ર, પોલીસ તેમજ ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
અંકલેશ્વર શહેરમાં આગામી ગણેશ મહોત્સવને લઈને નાયબ કલેક્ટર કચેરી ખાતે વિશિષ્ટ બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના વિવિધ ગણેશ મંડળોના આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.ગણેશ યુવક મહોત્સવ મંડળના નિમંત્રણ પર યોજાયેલી આ બેઠકમાં મંડળોને મંજૂરી, આયોજનમાં સહકાર, રસ્તાઓની વ્યવસ્થા, મૂર્તિ સ્થાપન માટેની પરવાનગીઓ, વીજ પુરવઠા અંગે DGVCL સાથે સંબંધિત પ્રશ્નો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.મંડળોના આયોજકોએ નાયબ કલેક્ટર સમક્ષ જાહેર વ્યવસ્થાની તંગી, વીજળીના કટોકટીના પ્રશ્નો, રોડના ખાડા, અને ટ્રાફિકના પ્રશ્નો રજૂ કર્યા હતા તથા તેમના યોગ્ય સમાધાનની માંગણી રાખી હતી.આ બેઠકમાં નાયબ કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ચીફ ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત વિવિધ શાખાઓના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.