New Update
અંકલેશ્વરમાં નવરાત્રી મહોત્સવનું આયોજન
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાશે ગરબા મહોત્સવ
આયોજકો દ્વારા કરવામાં આવ્યું ભૂમિપૂજન
ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરાઇ
ગત વર્ષે પુર પીડિતોની મદદ માટે ફળવાયું હતું ફંડ
અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે ભૂમીપૂજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગત વર્ષે નર્મદા નદીમાં આવેલા ભયાવહ પૂરને લઇ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂર પીડીતો ને મદદ કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટી પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા મંડપ મુહૂર્ત અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, ગણેશ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર પટેલ, ધર્મેશ ચાવડા, સંદીપ પટેલ, નિલેશ પટેલ, જીગ્નેશ અંડારીયા ભાવેશ વામજા સહિત ગુંજ સોશ્યલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શુભ મુહૂર્તમાં વિધિ વિધાન સાથે પૂજા સંપન્ન કરી હતી અને ગરબા મહોત્સવની તૈયારીઓનો પ્રારંભ કર્યો હતો