New Update
અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ
મંત્રી ડો.મનીષા વકીલે લીધી મુલાકાત
આંગણવાડી કેન્દ્રની લીધી મુલાકાત
બાળકો સાથે સમય વિતાવ્યો
બાળકોને અપાતા ભોજનનું કર્યું નિરીક્ષણ
અંકલેશ્વરમાં આવેલ આંગણવાડીની રાજ્યકક્ષાના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનીષા વકીલે મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો.મનીષાબેન વકીલ અંકલેશ્વરની મુલાકાતે આવ્યા હતા.તેમની સાથે ભરુચ જીલ્લા ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી ઉપસ્થિત રહ્યા હતા .
રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી હતી.જ્યાં બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું.તેમણે બાળકોના સ્વાસ્થ્ય અને પોષણ વિશે આંગણવાડીની બહેનો સાથે ચર્ચા અને સ્પષ્ટતા કરી હતી. ત્યાર બાદ મંત્રી ડૉ. મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી.
તેઓએ શહેરના ચૌર્યાસી ભાગોળ ખાતે વાલ્મિકી સમાજના સભ્યોની મુલાકાત લીધી હતી જયાં સમાજના આગેવાનોએ રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલ નું સન્માન કર્યું હતું.આ પ્રસંગે જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Latest Stories