ભુપેન્દ્ર પટેલની નવી ટીમનું એલાન
મંત્રી મંડળનું કરાયુ વિસ્તરણ
અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલને મળ્યું સ્થાન
રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથગ્રહણ કર્યા
વતનમાં જોવા મળ્યો ઉત્સવનો માહોલ
ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને સ્થાન મળ્યું છે.ઈશ્વરસિંહ પટેલે રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાત તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા ત્યારે તેમના વતન કુડાદરા ગામ અને પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ફટાકડા ફોડી ખુશી મનાવવામાં આવી હતી. આ તરફ અંકલેશ્વરમાં ભાજપ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી ખુશી મનાવવામાં આવી હતી. ઈશ્વરસિંહ પટેલ સતત પાંચ ટર્મથી અંકલેશ્વર વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે છે અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકાર અને ત્યારબાદ વિજય રૂપાણી સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે.આ તરફ તેઓએ સંસદીય સચિવ તરીકેની પણ ફરજ બજાવી હતી. ઇશ્વરસિંહ પટેલને મંત્રી મંડળમાં સ્થાન પ્રાપ્ત થતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓના કામને જોઈ મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓએ તમામ વર્ગના પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે અને ભવિષ્યમાં પણ તેઓ આ કાર્ય કરતા રહે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે
ઈશ્વરસિંહ પટેલની રાજકીય સફળ પર નજર કરીએ
વર્ષ 1994 થી 1997 દરમિયાન ભરૂચ જીલ્લા યુવા ભા.જ.પા.ના મંત્રી
વર્ષ ૧૯૯૭ થી ૨૦૦૧ દરમિયાન ભરૂચ જીલ્લા યુવા ભા.જ.પા.ના ઉપપ્રમુખ
વર્ષ ૨૦૦૦માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો – મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો.
વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૩ દરમિયાન પ્રદેશ યુવા ભા.જ.પા.પ્રભારી
વર્ષ ૨૦૦૨માં અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા
વર્ષ ૨૦૦૩ થી ૨૦૦૬ દરમિયાન ભરૂચ જીલ્લા ભા.જ.પા. પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો
વર્ષ ૨૦૦૭માં અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે બીજી વખત ચુંટાયા.
વર્ષ 2009માં સંસદીય સચિવ, સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ
વર્ષ 2011 રાજયકક્ષાના મંત્રી, સહકાર, રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ
વર્ષ 2012માં અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાં સતત ત્રીજી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા
વર્ષ 2016 રાજયકક્ષાના મંત્રી, સહકાર - સ્વતંત્ર હવાલો
વર્ષ 2017 અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાં સતત ચોથી વખત ધારાસભ્ય તરીકે ચુંટાયા
વર્ષ 2017 રાજયકક્ષાના મંત્રી, સહકાર, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ(સ્વતંત્ર હવાલો), વાહન વ્યવહાર(રાજયકક્ષા)
વર્ષ 2022 અંકલેશ્વર-હાંસોટ મત વિસ્તારમાં સતત પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા
વર્ષ 2025 રાજ્યકક્ષાના મંત્રી સ્વતંત્ર પ્રભાર