અંકલેશ્વર: નવ નિર્માણ પામનાર 9 માર્ગોની કામગીરીનું MLAના હસ્તે ખાતમુહૂર્ત

અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં યોજાયો કાર્યક્રમ

  • ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો

  • 9 માર્ગોનું કરાશે નવીનીકરણ

  • રૂ.6 કરોડનો કરાશે ખર્ચ

  • ધારસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેરમાં સ્ટેટ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ સહિત ત્રણ વિભાગોમાં આવતા માર્ગનો નગર પાલિકમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા  હતા.જે અંકલેશ્વરના ઓ.એન.જી.સી.થી સંતશ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ,ભરૂચી નાકા સુધીના નવા સહિત અન્ય 9 માર્ગોના નવીનીકરણનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.6 કરોડથી વધુના ખર્ચે માર્ગો અને સિનિયર સિટીઝન ગાર્ડનનું 90 લાખના ખર્ચે રીનોવેશન કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ ખાતમુહૂર્તમાં લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ,મુખ્ય અધિકારી કેશવલાલ કલોડીયા,કારોબારી ચેરમેન નિલેશ પટેલ તેમજ સ્થાનિક નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories