New Update
/connect-gujarat/media/media_files/2025/02/16/g61cse2A2688sYkBT4zP.jpg)
અંકલેશ્વરમાં લુખ્ખાગીરીના દ્રશ્યો વાયરલ થયા છે. સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં યુવાનને 5 થી 6 શખ્સોએ ઢોર માર માર્યો હતો. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ સિગ્નેચર ગેલેરીયા કોમ્પ્લેક્ષમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેના કારણે હવે સામાન્ય માણસનું જાહેર સ્થળે પરિવાર સાથે ફરવું કેટલું સલામત છે? તે પ્રશ્ન ઉઠી રહ્યો છે. રાતના સમયે મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા તેને લોકોમાં ગભરાટ અને અસલામતીનું વાતાવરણ ઉભું કર્યું હતું.
કેટલાક શખ્સો દ્વારા એક યુવાનને ઢોર માર મરાયો હતો. 5 થી 6 શખ્સોએ તેને પટ્ટા અને તમાચા માર્યા હતા. માર ખાતા યુવાનને જોઈ તેની દયનિય સ્થિતિ માટે આસપાસના લોકો પણ વેદના ઉગારી ઉઠ્યા હતા. જો કે અસામાજિક તત્વોના આતંક સામે આ તમામ લાચાર જણાતા હતા અને કોઈએ યુવાનને બચાવવાની હિંમત કરી ન હતી. મારામારીનો વિડીયો વાયરલ થયો હતો જો કે હજુ સુધી આ મામલે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી