અંકલેશ્વર: જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કીચડ ફેંકાયું, શહેર ભાજપ દ્વારા પોલીસને અપાય અરજી

અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વર શહેરનો બનાવ

  • જવાહર બાગમાં મુકાઈ છે મહાનુભાવોની પ્રતિમા

  • કોઈ ટીકળખોરનું કારસ્તાન

  • પ્રતિમા પર કીચડ ફેંકવામાં આવ્યું

  • શહેર ભાજપ દ્વારા પોલીસને અપાય અરજી

અંકલેશ્વર શહેરમાં આવેલ જવાહરબાગમાં સ્થાપિત મહાનુભાવોની પ્રતિમા પર કોઈ ટીકળખોર દ્વારા કીચડ ફેકવામાં આવ્યું હતું ત્યારે આ મામલે શહેર ભાજપ દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે.
અંકલેશ્વરના જવાહરબાગમાં અટલ બિહારી વાજપેઇ સહિતના નેતાઓની પ્રતિમા મુકવામાં આવી છે.છેલ્લા ઘણા સમયથી કેટલાક ટીકળબાજો આ પ્રતિમા પર કીચડ નાખી અથવા તો પાનની પીચકારી મારી તેને મલિન કરી રહયાં છે.આ ઘટનાની જાણ ભાજપના આગેવાનોને થતાં તેમણે સ્થળ પર આવી પ્રતિમાઓની સફાઇ કરી હતી. માત્ર 10 દિવસમાં બીજીવારના આ કૃત્યને લઇ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. બાગમાં 24 કલાક ચોકીદાર હાજર રહેતાં હોવા છતાં આ ઘટના કઇ રીતે બની તે તપાસ નો વિષય છે. નગરપાલિકાએ પણ ઘટનાની તપાસ આદરી છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા નદીની જળસપાટી 20 ફૂટને પાર, ડેમમાં પાણીની આવક ઘટી છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત !

નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે

New Update
  • સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની આવક

  • નર્મદા નદીની જળસપાટીમાં વધારો

  • ગોલ્ડનબ્રિજ નજીક નદીની સપાટી 20 ફૂટ

  • ડેમમાં પાણીની આવક ઘટી

  • છતાં 3.95 લાખ ક્યુસેક પાણી છોડવાનું યથાવત

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 3.95 લાખ ક્યુસેક પાણીની આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી ગુજરાતની જીવાદોરી સામાન સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની સતત આવકના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે.નર્મદા નદીની જળ સપાટી 20 ફૂટને પાર કરી ગઈ હતી. નર્મદા ડેમમાંથી ત્રણ લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેના પગલે કાંઠા વિસ્તારોમાં નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.
નર્મદા ડેમમાંથી ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે જોકે ડેમના 15 દરવાજા ખોલી 3 લાખ 95 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત રાખવામાં આવી રહ્યું છે જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટીમાં વધારો નોંધાયો છે. નદીની જળ સપાટી વધતા તંત્ર એલર્ટ મોડ પર છે અને કાંઠા વિસ્તારના ગામના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા નદીનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે જ્યારે ભયજનક સપાટી 24 ફૂટ છે.