ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોકે વરસાદે વિરામ લેતા પાલિકા દ્વારા સફાળા જાગી યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જોકે, વરસાદે વિરામ લીધા બાદ વરસાદી પાણી ઉતરી ગયા હતા. પરંતુ ઠેર ઠેર કાદવ-કિચડ સહિત ગંદકીના થર બાઝી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકા તંત્ર સફાળું જાગી અસરગ્રસ્ત વિસ્તારોમાં સાફ-સફાઈ અને દવાના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. અંકલેશ્વર શહેરને સ્વચ્છ અને રોગમુક્ત રાખવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, નગરના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ પાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠી છે.